From : Narendra Mavani at 12:39 PM - Mar 30, 2010(23 months ago)
Total Views:
ક – કહે છે કલેશ ન કરો. ખ – કહે છે ખરાબ ન કરો. ગ – કહે છે ગર્વ ન કરો. ઘ – કહે છે ઘમંડ ન કરો… ચ – કહે છે ચિંતા ન કરો. છ – કહે છે છળથી દૂર રહો. જ – કહે છે જવાબદારી નિભાવો.ઝ – કહે છે ઝઘડો ન કરો.
ટ – કહે છે ટીકા ન કરો. ઠ – કહે છે ઠગાઇ ન કરો. ડ – કહે છે કયારેય ડરપોક ન બનો. ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો. ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં. થ – કહે છે થાકો નહીં. દ – કહે છે દીલાવર બનો. ધ – કહે છે ધમાલ ન કરો. ન – કહે છે નમ્ર બનો. પ – કહે છે પ્રેમાળ બનો. ફ – કહે છે ફુલાઇ ન જાઓ. બ – કહે છે બગાડ ન કરો. ભ – કહે છે ભારરૂપ ન બનો. મ – કહે છે મધૂર બનો. ય – કહે છે યશસ્વી બનો. ર – કહે છે રાગ ન કરો. લ – કહે છે લોભી ન બનો. વ – કહે છે વેર ન રાખો. શ – કહે છે કોઇને શત્રુ ન માનો. સ – કહે છે હંમેશા સાચુ બોલો. ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો. હ – કહે છે હંમેશા હસતા રહો. ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો. જ્ઞ–કહેછેજ્ઞાનીબનો.
In Reply to above Message (1 to 16 out of 16) -- Latest Replies are put on Top
Disclaimer: The messages and ideas posted on this website are user's own views. Mudraa.com does not own any responsiblity for the information provided by the users.Data delayed 15 to 20 minutes unless otherwise indicated.