મનની ખીંટી***
**
*અમારાં ઘરમાં
રિપેરકામ માટે એક
સુથારને બોલાવેલો. એના
કામના પહેલા દિવસની આ
વાત છે.. **કામ પર આવતાં
રસ્તામાં ટાયર પંક્ચર
થયું એમાં એનો એક કલાક
બગડ્યો. કામ શરૂ
કર્યા
પછી** ** **અધવચ્ચે એની
ઈલેક્ટ્રિક કરવત બગડી
ગઈ. દિવસ
પૂરો થયા પછી ઘરે પાછા
જતી વખતે એની નાની** **
**ટ્રક ચાલી નહીં. હું
એને મારી
ગાડીમાં એના ઘેર મૂકવા
ગયો. રસ્તામાં એ એક
પણ
શબ્દ બોલ્યો** ** **નહીં.
*
**
*અમે એના ઘેર પહોંચ્યા
ત્યારે એણે કહ્યું :
*'**ઘરમાં થોડી વાર આવો ને !
મારાં પત્ની
અને**
** **બાળકોને
તમને મળીને આનંદ
થશે.**'**ઘરમાં દાખલ થતાં
પહેલાં
નાના ઝાડ પાસે એ રોકાયો.
બન્ને હાથ એણે ઝાડ પર
મૂક્યા. બારણામાં** **
**દાખલ
થતી વખતે મેં એનામાં
અજબનો ફેરફાર થતો
જોયો.
એના થાકેલા ચહેરા પર
સ્મિત ફરી વળ્યું.
** **એનાં બે
બાળકોને વહાલથી ભેટ્યો
અને પત્નીને ચૂમી આપી.
મને એ કાર
સુધી મૂકવા આવ્યો. અમે
પેલા** ** **ઝાડ પાસેથી
પસાર થયા ત્યારે
મારું
કુતૂહલ
હું રોકી શક્યો નહીં.
મેં એને પૂછ્યું :
**'**ઘરમાં દાખલ** ** **થતાં
પહેલાં
તમે ઝાડને શા માટે
અડ્યા **?'**
**'અરે**, **હા. આ ઝાડ તો
મારા મનની ખીંટી છે. હું
કામે જાઉં ત્યાં કોઈ
ને
કોઈ
તકલીફ તો આવવાની જ**, **પણ
એક વાત નક્કી કે ઘરે
મારાં પત્ની અને
બાળકોને એની
સાથે શું લેવાદેવા **? *
***એટલે**,**જ્યારે સાંજે
કામ પરથી ઘરે પાછો આવું
છું ત્યારે તકલીફો
આ
ઝાડ પર
લટકાવી દઈ ઘરમાં દાખલ** **
**થાઉં છું. સવારે કામ પર
જતાં આ ઝાડ પરથી તકલીફો
પાછી લઈ લઉં છું.
*